Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi30 વર્ષથી ભાજપનું શાસન છતાં મોરબી-માળિયામાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું...

30 વર્ષથી ભાજપનું શાસન છતાં મોરબી-માળિયામાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું…

મોરબી : ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આટલા વર્ષોમાં મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું અને મોરબી શહેરની પ્રજાને ફરવાલાયક સ્થળ પણ ન હોવાની રજૂઆત સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઇ છબીલભાઇ કોટેચા વગેરેએ જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી એક હથ્થુ શાસન ચાલી રહ્યુ છે. તેમજ મોરબી જિલ્લો બન્યો તેને પણ આજે 11 વર્ષ જેવો સમય વીતી ગયા છે તેમ છતાં મોરબી શહેર તથા માળિયા શહેરમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. મોરબી શહેર અને માળિયા શહેરને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સારો બગીચો પણ નથી આપી શક્યા. જે બગીચાઓ છે તેની યોગ્ય જાળવણી નથી થતી. જેના કારણે બગીચા ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેથી મોરબી અને માળિયા શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે.

મોરબી સામાકાંઠે આવેલો રાજાશાહી વખતનો કેશરબાગ બગીચો જે ઓવર બ્રીજ નીકળતા બગીચો કપાત થઈ ગયો છે. તેથી લોકોને ફરવા માટે એક બગીચો હતો તે પણ નાનો થઈ ગયો છે. લોકોને ફરવા લાયક એક પણ સ્થળ બચ્યુ નથી. વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર આવેલ પીકનીક સેન્ટર ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યુ છે અને તેના પર આવારા તત્વોએ કબજો જમાવી લીધો છે.

શું તે ધારાસભ્ય કાંન્તીભાઇ અમૃતિયાને નહીં દેખાતુ હોય ? જોકે ખરેખર મોરબી – માળિયા વિસ્તારની કમ નસીબી છે કે આવા ધારાસભ્ય મોરબીને મળ્યા મોરબીના નાના ભુલકાઓ ધારાસભ્યને એક સારો બગીચો બનાવી આપવા વિનંતી કરી રહ્યા છે. મોરબીને ૪ ધારાસભ્ય અને ૩ સંસદ સભ્યો આપેલ છે તેમ છતાં કોઇ જાતના સારાકામ માં મીંડુ છે. આ ઉપરાંત મોરબી શહેરમાં હોસ્પિટલ અને શિક્ષણની પણ યોગ્ય સુવિધા નથી. રોડ અને ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. ગટરની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. નહેરુગેટની ઘડિયાળ પણ બંધ હાલતમાં છે. ટુંક સમયમાં મોરબી મહાનગરપાલિકા બનવા જઇ રહી છે. તો શું પ્રજાને મહાનગરપાલિકાની સુવિધાઓ મળશે કે નહીં તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. જો કાંતિભાઇ અમૃતિયા બગીચા કરી દે અથવા બેસવાની બેન્ચો નાખી દે તો મોરબીના સમાજિક કાર્યકરો દ્વારા ધારાસભ્યનું નગરદરવાજાના ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments