મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી સંદીપ બાબુભાઇ પીપળીયા અને રોહિત કાંતિભાઈ સરવૈયાને રોકડા રૂપિયા 250 સાથે પકડી પાડ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે સેનસો ચોકડી નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી અજય રમેશભાઈ ઝરવરિયા અને રાહુલ જગાભાઈ ઝરવરિયા નામના શખ્સને રોકડા રૂપિયા 800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી