ટંકારા : મકરસંક્રાતિનો તહેવાર નજીક છે ત્યારે પક્ષીઓ તેમજ માનવજાતિ માટે ખતરારૂપ ચાઈનીઝ દોરા વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ટંકારામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર વેચવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે કલ્યાણપર રોડ ઉપર આશાબા પીરની દરગાહ નજીકથી આરોપી અફઝલ ઇબ્રાહીમભાઈ માડકિયા ઉ.31 રહે. મઠવાળી શેરી ટંકારા વાળાને ચાઈનીઝ દોરાની 58 ફીરકી કિંમત રૂપિયા 8700 સાથે ઝડપી લઈ બીએનએસ એક્ટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
