હળવદમાં સબસીડાઈઝ યુરીયા ખાતરના કૌભાંડમાં ભાજપ આગેવાનના ભાઈ સહિત 5 સામે ફરિયાદ
મોરબી : મોરબી જિલ્લાના હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક આવેલા અક્ષર એગ્રીકલ્ચર નામની ફેકટરીના ગોડાઉનમાં ગત ૭ ડીસેમ્બરના રોજ હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી ખેડૂતોને ખેતી માટે આપવાની સબસીડી વાળી નીમ કોટેડ યુરીયા ખાતરની બેગ મળી આવી હતી જે પૈકી કેટલીક બેગ સફેદ કલર બેગ માં જયારે કેટલીક ભારતીય જન ઉર્વક પરીયોજના ભારત યુરીયા લખેલી પીળા રગની ભરેલી બેગ જયારે કેટલીક ખાલી બેગ હતી આ ઉપરાંત એક ટ્રકમાં પણ આ બેગ હોવાથી પોલીસે તમામ મુદામાલ ની ગણતરી કરતા 1437 બેગ થતી હતી જેની કિમત 5.13 લાખ જેટલી કીમત આંકવામાં આવી હતી.
આ ઉપરાંત સ્થળ પરથી ટ્રક, વજન કાંટા બેગ સિલાઈ મશીન સહીત રૂ 25.19 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે બાદ ખેતવાડી અધિકારીને જાણ કરતા ખેતીવાડી અધિકારીની ટીમ પહોચી તપાસ કરતા પ્રાથમિક તપાસમાં આ યુરીયા નીમ કોટેડ હોવાનું સામે આવતા વધુ તપાસ માટે તેના નમૂનાઓ લઇ એફ એસ એલ માં મોકલવામાં આવ્યા હતા જેના રીપોર્ટમાં પણ નીમ કોટેડ હોવાનો મળ્યું હતું. જે બાદ ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી જેમાં ભાજપ આગેવાન હેમાંગભાઈ ભુપેન્દ્રભાઈ રાવલના ભાઈ અજયભાઈ ભુપેન્દ્રભાઈ રાવલ, રાજસ્થાનના બારમેર જીલ્લાના કવરરામ ડાઉ રામ જાંટ,કારુભાઈ ખોડુભાઈ મુંધવા, ચેતનભાઈ દીલુભાઈ રાઠોડ અને જયદીપ હરજીવનભાઈ તારુંબીયા સામે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તમજ આવશ્યક ચીજ વસ્તુનો અધિનિયમ અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
