મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ
મોરબી : મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ બન્યા હતા જેમાં શનાળામાં સગડીના ધુમાડામા ગૂંગળાઈ જતા વૃદ્ધનું, હળવદમાં દવા પી લેતા સગીરનું, ખારચીયામાં રમતા રમતા પડી જતા બાળકીનું તેમજ પાવડીયારી કેનાલ નજીક ઉંચાઈ ઉપરથી પડી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં મોરબીના શનાળા ગામે નવા પ્લોટમાં ફ્લેટમાં રહેતા કાંતિલાલ રૂપચંદભાઈ કોઠારીએ બંધ રૂમમાં સગડી ચાલુ રાખી હોય ધુમાડામાં ગૂંગળાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં હળવદ સાંદિપની સ્કૂલ નજીક રહેતા પિન્ટુ ગુમાનસિંગ ધાણક ઉ.17 નામનો સગીર રખડતો હોય માતાએ ઠપકો આપતા ગુસ્સામાં ઘરમાં પડેલી ઉધઈની દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના ખારચિયા ગામે સેવનપંખ કારખાનામાં રમતા રમતા પહેલા માળેથી પડી જતા રીતિકા અકેશભાઈ રાવત ઉ.3નામની બાળકીનું પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ચોથા બનાવમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્કાય ટચ કારખાનામાં કામ કરતી વખતે ઉંચાઈ ઉપરથી પડી જતા કાંતિલાલ મગનલાલ કાલરીયા રહે.જીવાપર વાળાનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું