આરટીઓ-પોલીસ દ્વારા તબીબી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોની જાણકારી અપાશે
મોરબી : મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 કે જે 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આરટીઓ મોરબી અને પોલીસ વિભાગ દ્વારા તબીબી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ગુડ સેમેરિટન સ્કીમ તેમજ હિટ એન્ડ રન સ્કીમ ની માહિતી આપી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમની અંદર મોટર વાહન નિરીક્ષક એ.આર સૈયદ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. માલ સલામતી દરમિયાન માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેવા ઊંડાઈ હેતુથી જિલ્લાની સ્કૂલો તેમજ સંસ્થાઓ ખાતે માર્ગ સલામતીના સેમિનાર યોજી લોકોને માહિતગાર કરવામાં આવશે.

