વાંકાનેરના દલડી-દિઘલીયા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં દલડી તેમજ દિઘલીયા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાનિક લોકોની સાથે મિટિંગ કરીને તે લોકના પ્રશ્નો સાંભળી, પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ગામના લોકોને ખાતરી આપી હતી..

