મોરબી નગરપાલિકાને ગઈકાલે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. જેથી આજે નગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકા જાહેર થયાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોની પણ નિમણુંક કરી દેવામાં આવી છે. હાલ મહાપાલિકામાં અધિકારીઓને બેસવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.
