હળવદના ધણાદમા યુવાને વખ ઘોળી લેતા મોત
હળવદ : હળવદ તાલુકાના ઘણાદ ગામે રહેતા અને ખેતી કરતા મેલાભાઈ ચકુભાઈ વાજેલીયા ઉ.47 નામના ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોરબીની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.