મોરબી : હળવદ હાઇવે ઉપર રણજીતગઢ ગામે ગતરાત્રીના સમયે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલુ કાર સાથે ઓચિંતો ખૂટીયો ભટકાયો હતો. એ સાથે કારને ગંભીર નુકશાન કર્યું હતું. ખુટિયાએ કાર સાથે ઓચિંતા ભટકાયને એટલું જોર કર્યું હતું કે, કારના આગળના કાચ અને બોનેટ તોડીને કાર અંદર ઘુસી ગયો હતો. ખુંટીયો કાચ તોડીને આગળની સીટ પર આવી ગયો હતો. તેથી ખુટિયાનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કાર નંબર પ્લેટ વિનાની હતી. આ અકસ્માતમાં કાર ચાલક સુરેન્દ્રનગરનો વતની હોય અને તે એક જ કારમાં સવાર હોવાથી તેને ઇજા પહોંચી હતી.

