મોરબી જિલ્લા કોંગ્રેસે સ્વ. ડો. મનમોહનસિઘને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબી : દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંધને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં કોંગી આગેવાનો હાજર રહી સ્વર્ગસ્થ ડો. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશને મંદીના મારમાંથી બચાવનાર એવા દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપવા આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોરબીના આગેવાનો, ઉદ્યોગપતિઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિતના લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરીને ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપી હતી.


