મોરબીના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારમાં કાલે વીજકાપ
મોરબી : આવતીકાલે તારીખ 4 જાન્યુઆરી ને શનિવારના રોજ મેઈન્ટેનન્સની કામગીરી કરવાની હોય મોરબીના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ચિત્રકૂટ ફીડર હેઠળ આવતા નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.