મોરબીના લાલપર નજીક સ્પાના ઓઠા હેઠળ ધમધમતું કૂટણખાનું ઝડપાયું : સંચાલકની ધરપકડ
મોરબી : મોરબીમાં સ્પાનો રાફડો ફાટ્યો હોય અને સ્પામાં માત્ર કહેતા પૂરતી જ મસાજ પ્રવૃત્તિ ચાલતી હોય બાકી મેઈન તો એનૈતિક પ્રવૃત્તિઓ એટલે કે દેહ વ્યાપારનું સામાજિક દુષણ ચાલતું હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે.જેમાં મોરબી નજીક વધુ એક સ્પાના ઓઠા હેઠળ ધમધમતું કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવવા બદલ કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામા સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપરની પ્રવ્રુતિને નેસ્તનાબુદ કરવા કડક સુચના આપતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે, મોરબી વાંકાનેર ને.હા.લાલપર આધ્યશકતિ ચેમ્બસ -૨માં આવેલ સીગ્નેચર વેલનેસ સ્પા ના સંચાલક શારૂખભાઇ યુનુશભાઇ મુલતાની આ સ્થળે ગેરકાયદે પોતાના આર્થીક લાભ માટે પોતાની માલીકિના સીગ્નેચર વેલનેસ સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને બોડી મસાજના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે. તેવી હકિકત હોય તે આધારે રેઇડ કરતા ગ્રાહકોને શરીર સુખની સગવડો પુરી પાડી દેહવિક્રીયનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનું ખુલ્યું હતું. તેમજ આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહક દીઠ રૂપિયા ૨૦૦૦ અલગથી વસુલી લઇ સ્પામાં બોડી મસાજની આડમાં કુટણખાનુ ચલાવતા હોવાનુ જણાઇ આવ્યું હતું.આથી દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકને ઝડપી તેની વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
