હળવદના માથકથી સુંદરી ભવાની જવાના રોડ પર પોલીસ ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન એક બોલેરો પીક અપ વાહનમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે વોચ ગોઠવી હતી અને જીજે ૧૩ એ ડબ્લ્યુ ૬૯૬૮ નમ્બરના બોલેરો પીક અપને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકની અલગ અલગ બોરીઓમાં દારૂ લઇ જવામાં આવતો હોવાથી પોલીસે કાર ચાલક અને તેની અટકાયત કરી પૂછપરછ કરતા એકનું નામ મયુર સિંહ અખુભા ઝાલા અને તે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામનો વતની હોવાનું જયારે તેની સાથેનો એક બીજો શખ્સ સંજય હસમુખ દેકાવડીયા અને સુરેન્દ્રનગર જીલ્લાના મૂડી તાલુકાના જોકડા ગામનો વતની હોવાનું જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી બન્ને ની વધુ પૂછપરછ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ઘનશ્યામ શંકર કોળી, હસમુખ મધુભાઈ દેકાવડિયા મોરબીના ઇન્દિરાનગરના વાલજી ઉર્ફે વાલો શામજી કોળી અને ત્રાજપરના અને અજય ઉફે ભૂરો શામજી કોળીનું નામ સામે આવતા પોલીસે તમમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
