હળવદમા બે માસ અગાઉ થયેલ ચોરીની ફરિયાદ નોંધાઇ, તસ્કરો હાથવેંતમાં
હળવદ : હળવદ શહેરના આનંદપાર્ક વિસ્તારમાં બે મહિના કરતા વધુ સમય પહેલા રહેણાંક વિસ્તારમાં રૂ.1.44 લાખના દાગીનાની થયેલી ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તસ્કરો પોલીસની હાથવેંતમાં હોવાના સંકેત મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના આનંદ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવીના રહેણાંક મકાનમાં ગત તા.14 – 10 – 2024ના રોજ અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી તિજોરીમાં રહેલા દાગીનામાં ત્રણ તોલાનું મંગળસૂત્ર, ત્રણ તોલાનો હાર, બુટી, પાંચ ગ્રામની ત્રણ વિટી, સોનાની ચિપ વાળા પાટલા તેમજ ચુડલી અને ચાંદીના સાકળા સહિત 1.44 લાખના દર દાગીનાની ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.