50 મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ હંસાલ કરી રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું નામ રોશન કર્યું
મોરબી : તાજેતરમાં દિલ્હી ખાતે 67મી નેશનલ શૂટિંગચેમ્પિયનશીપ કોમ્પિટિશન તારીખ 13-12-202493થી તારીખ 5-1-2025 સુધી ડો. કરણસિંહજી શુટીંગ રેન્જ, તુધલકાબાદ ન્યુ દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં મોરબીના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે ભાગ લીધો હતો.
આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભારતભરમાંથી 7500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મૂળ હરીપર -કેરાળા (મોરબી)ના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે 50 મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં 600 માંથી 487 પોઈન્ટ મેળવીને પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ ચેમ્પિયનશીપમાં સમગ્ર ગુજરાત અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડેન્ટ ભુપેન્દ્રભાઈ પટેલએ રાષ્ટ્રીય કક્ષાએ 16 જેટલા મેડલ અને રાજ્ય કક્ષાએ 25 સહીત કુલ 41 જેટલા એવોર્ડ સહીત ભારત સરકાર દ્વારા ચાર વાર રીનાઉન્ડ શુટર્સ તરીકે પસંદ પામનાર ભુપેન્દ્રભાઈ પટેલ ઈન્ટરનેશનલ જયુરી તરીકે સેવા આપનાર ભુપેન્દ્રભાઈને રાજ્યપાલ વરદ હસ્તે નિસાન એવોર્ડ 2006 અને રાજ્ય સરકાર દ્વારા 2014માં સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.