Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi1 વર્ષમાં ગુમ-અપહરણ થયેલા 568 સગીરવય બાળકો સહિતના વ્યકિતઓને શોધી કાઢતી ડો.કરણરાજ...

1 વર્ષમાં ગુમ-અપહરણ થયેલા 568 સગીરવય બાળકો સહિતના વ્યકિતઓને શોધી કાઢતી ડો.કરણરાજ વાઘેલાની ટીમ

મોરબી : વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પોલીસ સુંદર કામગીરી કરી રહી છે. ત્યારે વલસાડ એસપી ડો.કરણરાજ વાઘેલા સહિતની જિલ્લા પોલીસે જિલ્લામાં એક વર્ષમાં ગુમ-અપહરણ થયેલા સગીર બાળકો સહિતના વ્યક્તિઓને શોધી કાઢવા ભારે મથામણ કરી હતી અને થોડા જ સમયમાં વલસાડ પોલીસે ગુમ-અપહરણ થયેલા 568 સગીરવયના બાળકો સહિતના વ્યકિતઓને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 16 વર્ષ દરમિયાન ગુમ તથા અપહરણ થયેલા સગીરવયના બાળકો-બાળકીઓ તેમજ વ્યક્તિઓને શોધી કાઢવા ‘Mission Milaap’ ની ઝુંબેશ હાથ ધરવામા આવેલ હતી. જે અન્વયે જે તે સમયે દાખલ થયેલ ગુમ તથા અપહરણના ગુનાઓના કેસ કાગળો, કેસ ડાયરીઓ તથા ખાટીયાન રજીસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોના જણાવેલ સરનામે તપાસ કરી તેઓનો સંપર્ક કરી નિવેદનો લઈ તપાસ કરતા ગુમ -અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ જેથી જિલ્લાના થાણા અધિકારીઓએ પોલીસ સ્ટેશન ખાતેથી ટીમ વર્ક કરી જે તે રાજય-જીલ્લા ખાતે તપાસ કરી ગામના સરપંચો, આગેવાનો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા કરાવતા વલસાડ જીલ્લા તેમજ ગુજરાત રાજય તથા અન્ય રાજયમાથી  સગીસ્વયના ગુમ-અપહરણ થયેલ બાળકો -,બાળકીઓ તેમજ પુખ્ત વયના વ્યકિતઓને શોધી કાઢીને એમના પરિવારજનો સાથે મીલાપ કરાવવામાં આવેલ છે. આ અભિયાનમાં 2024ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી ફકત એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુઃ-223 તથા સ્ત્રી-પુરૂષ કુલ-345 મળી કુલ-568નાઓને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments