મોરબી : મોરબી મનપા દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મનપનો દરરજો મળતા મ્યુનિ કમિશનર હરકતમાં આવ્યા છે અને ગંદકી બાબતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગના નવીનીકરણનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. આ તકે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિ કમિશનરે છ મહિનામાં સરદારબાગનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે તેમ કહ્યું હતું.


મોરબી મહાનગરપાલિકા દ્વારા અમૃત 2.0યોજના અંતર્ગત રકમ રૂ. ૧.૦ર કરોડના ખર્ચે સરદારબાગ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ ઈકવિપમેન્ટ, વોક વે, પાર્કિંગ એરિયા, લોન, પ્લાન્ટેશન, મ્યુઝીકલ ફાઉન્ટેન, સિક્યુરિટી કેબિન, સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક, ઈલેક્ટ્રિક લાઈટ સહિતની સુવિધા વિકસાવવામાં આવશે. આ કામ 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે, ડે.કમિશનર કુલદીપસિંહ વાળા, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, રિશીપભાઈ કૈલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
