મોરબીના રવાપર રોડ ઉપર ખેતરના શેઢે જુગાર રમતા છ પકડાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર ઘુનડા રોડ ઉપર ખેતરના શેઢે જુગારની મહેફિલ માંડીને બેઠેલા છ શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૭૮,૬૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે રવાપર – ઘુનડા રોડ ઉપર આરોપી જેન્તીભાઈ દેવકરણભાઈ બરાસરાની વાડીના શેઢે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧)જેન્તીભાઈ દેવકરણભાઈ બરાસરા રહે.રવાપર (૨)ભરતભાઈ છગનભાઈ કડીવાર, રહે.મોરબી (૩) રમેશભાઈ મગનભાઈ સરડવા, રહે.મોરબી (૪)રાઘવજીભાઈ અજાભાઇ દેસાઇ, રહે.રવાપર (૫) સુરેશભાઈ રામજીભાઈ ઘોડાસરા, ઉ.વ.૫૨ ૨હે. ૨વા૫૨ અને (૬)શામજીભાઈ બચુભાઈ પરમાર, રહે.સરવડ નામના જુગારીઓને રોકડા રૂપિયા ૭૮,૬૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.