મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 192 ફિરકી સાથે બે ઝડપાયા
મોરબી : લોકો તેમજ પશુપંખીઓ માટે અત્યંત ઘાતક ગણાતા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં મોરબીમાં ચાઈનીઝ દોરી વેચાઈ રહી હોવાની બાતમીને આધારે સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં બે શખ્સને 192 નંગ ફિરકા સાથે ઝડપી લઈ લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં દરોડો પાડી આરોપી સાહિલ રસુલભાઈ કલાડીયા ઉ.23 નામના શખ્સના કબ્જામાંથી 180 નંગ ચાઈનીઝ ફીરકી કિંમત રૂપિયા 1,17,000 કબજે કરી હતી. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરામા મદીના મસ્જિદ નજીક બાતમીને આધારે દરોડો પાડી આરોપી ઇમરાન રસુલભાઈ જેડાના કબ્જામાંથી ચાઈનીઝ દોરીના 12 ફિરકા કિંમત રૂપિયા 2400 કબ્જે કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.