મોરબી : મોરબી જીલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોની યોગ્ય અમલવારી માટે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઈડમાં ચાલતા વાહનો, ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી

મોરબી જીલ્લા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ૧૦૨૮ વાહનોના સરપ્રાઈઝ ચેકિંગ કર્યા હતા તેમજ ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાડેલ કુલ ૧૭ વાહનચાલકો પાસેથી સમાધાન શુલ્ક કેસો કરવામાં આવ્યા હતા નંબર પ્લેટ વગરના તેમજ ફેન્સી અને તૂટેલી નંબર પ્લેટ વાળા ૫૭ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે ફૂલ સ્પીડમાં જતા ૨૬ વાહનચાલકો અને અડચણરૂપ પાર્ક કરેલ ૧૧ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી નશો કરી વાહન ચલાવતા બે વાહનચાલકો સામે ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે તેમજ સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ ૧,૭૨,૪૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે