મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક જીજે – 17 – સીએલ – 1417 નંબરનું ટીવીએસ અપાચે બાઈક લઈને જઈ રહેલા રવિન્દ્ર સુરેશકુમાર પટેલ રહે.હાલ મોરબી, મૂળ રહે.મોરવા હડફ, પંચમહાલ વાળાનું બાઈક આગળ જતાં અજાણ્યા ટ્રકના ઠાઠામાં ઘુસી જતા ગંભીર ઇજાઓ પહોંચતા રવીન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.