મોરબીના ઘુટુ ગામે આવેલ સનારીયા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિક યુવાનને પ્રેમ સંબંધમાં યુવતી સાથે અણબનાવ બનતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સનારીયા સિરામિક ફેકટરીમાં કામ કરતો હતો અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લાના વતની પિયાંશુ જયગોવિંદભાઈ પટેલ ઉ.25 નામના યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમસંબધ હોય જેથી ફોનમાં વાતચીત કરતો હતો તે દરમિયાન યુવતી સાથે કોઈ બાબતે અણબનાવ બનતા મનોમન લાગી આવતા રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ હિમાંશુએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.