મોરબી : મોરબી શહેર જિલ્લામાં ચાઈનીઝ દોરી, તુકકલ સહિતની ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં છાનેખૂણે આવી વસ્તુઓ વેચાઈ રહી હોવાથી પોલીસ ધોસ બોલાવી રહી છે જે અન્વયે મોરબી તાલુકા પોલીસ અને સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં 19 ચાઈનીઝ ફીરકી સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક નજીકથી બાતમીને આધારે દરોડો પાડી આરોપી અજય મનસુખભાઇ વરાણીયા નામના શખ્સને 3000 રૂપિયાની કિંમતની 15 ચાઈનીઝ ફીરકી સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામના બસસ્ટેન્ડ નજીકથી આરોપી અર્જુન પોપટભાઈ કુઢીયા રહે.ત્રણ માળીયા કવાટર્સ, લીલાપર રોડ, મોરબી વાળાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 4 ફીરકી કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ બીએનએસ કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.
