સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી
મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર જોખમી રીતે ટ્રક ચાલતા અને બાદ પલ્ટી ખાઈ જતા ટ્રકનો વિડીયો વાયરલ થતા પોલીસે પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં મૂકી ટ્રક ચલાવનાર ટ્રક ચાલકને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીમાં ગઈકાલે ગફલત ભરી રીતે ચાલતા ટ્રકનો વિડિઓ વાયરલ વાયરલ થયો હતો.આ ટ્રકની પાછળ આવતા કોઈ જાગૃત વાહન ચાલકે આ જોખમી રીતે ચાલતા વીડિયો ઉતારી સોશ્યલ. મીડિયામાં વિડીયામાં વાયરલ કર્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાયું હતું કે, ટ્રક ચાલક એકદમ લાપરવાહીથી પોતાનI કે બીજાના જીવની પડી જ ન હોય એ રીતે ટ્રક ચલાવતો નજરે પડ્યો હતો. અને હાઇવેA ઉપર સતત કાવા મારી આડેધડ ટ્રક ચલાવતા બેફામ ધૂળ ઉડતી જતી હતી. આ વાયરલ વિડિઓ મોરબી માળીયા હાઇવે પરનો હોવાનું તારણ નીકળ્યું હતું અને આ ટ્રક ચાલકે પોતાની અને અન્ય વાહન ચાલકની જિંદગી જોખમાય તે રીતે હાઈવે પર ટ્રક ચલાવ્યો હતો. ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ ઉઠી હતી.અન્ય વાહન ચાલકો માંડ માંડ બચ્યા હતા અંતે સતત કાવા મારતા ટ્રકે પલ્ટી મારી દીધી હતી. આથી અન્ય વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.આ જોખમકારક ટ્રકનો વિડીયો વાયરલ થતા પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈને જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ કે એમ. છાસિયા સહિતની ટીમે તપાસ કરતા આ ટ્રક જી.જે.12 એ.ડબ્લ્યુ. 0117 હોવાનું ખુલતા આરોપી ટ્રક ચાલક સતારભાઈ કાસમભાઈ સમાંને ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત આપી હતી.