મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતી અને 8 સ્પર્ધામાં વિજય ડંકો વગડ્યો છે. અને જેમાં 7 કૃતિઓ જિલ્લા કક્ષાએ પ્રથમ અને એક કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા બની પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં હવે આગળ ભાગ લેવા માટે જશે અને જુદીજુદી સ્પર્ધાઓમાં ગરબા સ્પર્ધામાં પ્રથમ, લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ, સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ, રાસ સ્પર્ધામાં પ્રથમ, સમૂહગીત સ્પર્ધામાં પ્રથમ, દુહા-છંદ- ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ, સુગમસંગીત સ્પર્ધામાં પ્રથમ અને લોકનૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે આ તમામ વિજેતાઓને શાળા સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવેલ છે.

