મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભરબપોરે પુરપાટ ઝડપે નીકળેલા કાર ચાલકે શ્રમિક પરિવારની માસૂમ દીકરીને હડફેટે લઈ અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ ઘટનામાં માસૂમ બાળકીએ સારવારમાં દમ તોડી દેતા હિટ એન્ડ રનની આ ઘટનમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે જીજે – 36 – એએલ – 8169 નંબરની કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવી છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મૂળ રાજસ્થાનના વતની કાલુરામ સીતારામ બાવરિયાની એક વર્ષની માસૂમ પુત્રી દિવ્યાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ અકસ્માત બાદ દિવ્યાનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હિટ એન્ડ રનની આ ઘટનામાં સીટી બી ડિવિઝન પોલીસે કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.