Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક રેતી-માટીનું ગેરકાયદે વહન કરતા બે ડમ્પર ઝડપાયા

મોરબી નજીક રેતી-માટીનું ગેરકાયદે વહન કરતા બે ડમ્પર ઝડપાયા

મોરબી : મોરબી ખાણ ખનિજની ટિમ દ્વારા રાપર નદીના પટમાંથી તેમજ માળિયા રોડ ઉપરથી માટી તથા રેતીનું ગેરકાયદે વહન કરતા બે ડમ્પરો પકડી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ વાઢેર દ્વારા આકસ્મિક તપાસ કરવા અંગેની સુચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી મહેશ્વરી દ્વારા રાપર નદી પટ્ટ તા. મોરબી પાસે ખાનગી વાહનમાં આક્સ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક ડમ્પર નંબર નગરનું જેના ચેસીસ નંબર MAT7701N3P34138 જેના માલીક સાગરભાઈ માલા રહે. કાલાવડ ને પકડવામાં આવેલ તેમજ માળિયા રોડ પર રાત્રીનાં સમયે ચેકિંગ કરતાં એક ડમપર નં GJ-12-BT-5689ને સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ સીઝ કરી બન્ને ડમ્પરને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments