મોરબી હોમગાર્ડના અધિકારી નિવૃત થતા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું
મોરબી : મોરબી હોમગાર્ડ દ્વારા રામધન આશ્રમ મુકામે 2014 થી આજ દિન સુધી હોમગાર્ડ સભ્ય તથા અધિકારી અને એન.સી.ઓ નિવૃત થયેલ ટેવોને સાલ ઓઢાડીને શિલ્ડ અર્પણ કરવામાં આવેલ હતા. તથા રાષ્ટ્રપતિ એવોર્ડ અને મુખ્ય મંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને શુભેરછા પાઠવી અને શિલ્ડ અર્પણ કરવામાં આવેલ હતા
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહંત માતૃ રામધન આશ્રમના ભાવેશ્વરીબેન હાજર રહ્યા હતા તથા મોરબી જિલ્લા કમાન્ડટ દિપ પટેલ. મોરબી ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડટ એસ.એચ કંસારા સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કમાન્ડટ ભુપેન્દ્ર પટેલ તથા સરવૈયા, કુબાવત, આર.કે ભટ્ટ, ત્રિવેદી, એ.આઈ ગોસાઈ. એન.પી અંતાણી અને મોરબી જિલ્લાના તાલુકાના શહેર યુનિટના અધિકારી ઓફિસર કમાન્ડટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર વિ.જે સુમળ સહિત તમામ અધિકારીઓ એ ઉડભોદન કરેલ હતું.

