માળીયા મિયાણા તાલુકા ચીખલી ગામે ગાયો ચરાવવાનો વ્યવસાય કરતા બે આરોપીઓએ ખાખરેચી ગામના બે માલધારીઓની 50 ગાયો ચરાવવા રાખ્યા બાદ 50 પૈકી 14 ગાયો પરત ન આપતા બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ખાખરેચી ગામના માલધારી જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શિયારે 30 અને બળદેવભાઈ મેવાડાએ 20 ગાયો ચીખલી ગામે રહેતા આરોપી મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણીને દર મહિનાના રૂ.400 લેખે ચરાવવા અને સાચવવા માટે આપી હતી જે પૈકી ફરિયાદી જીલાભાઈની 3 અને બળદેવભાઈની 11 ગાયો કિંમત રૂપિયા 85 હજાર આરોપીઓએ પરત નહિ આપતા બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાએ ફરિયાદ નોંધાવી હતી.