મોરબી: વાંકાનેરની જ્ઞાનગંગા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં યોજાયેલ હતો. જેમાં 6 થી 14 વર્ષ વય જૂથમાં દુહા છંદ અને ચોપાઈમાં તૃતીય ક્રમ રગીયા દેવ મનોજભાઈ મેળવી શ્રી થોરાળા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ આચાર્ય પંકજભાઈ ધામેચા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ એસ.એમ.સી.ના સર્વે સભ્યો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
