હળવદ શહેરના સરા રોડ ઉપર રહેતા યુવાનને બે વર્ષ અગાઉ યુવતી સાથે પ્રેમસંબંધ હોય તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ અડધી રાત્રે ઘર પાસે આવી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરના સરા રોડ ઉપર આંબેડકર નગરમાં રહેતા અમિત વજુભાઇ રાઠોડે આરોપી મહેશ હરિદાસ પરમાર, ભાવેશ હરિદાસ પરમાર, મયુર ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર એન્ડ જયેશ મોહનભાઇ શેખવા રહે.તમામ બસસ્ટેન્ડ પાછળ, હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપીની બહેન સાથે અમિતને પ્રેમ સંબંધ હોવાથી એ બાબતે સમાધાન થઈ ગયું હતું. આમ છતાં ચારેય આરોપીઓએ ગત રાત્રીના એકાદ વાગ્યે ઘર પાસે ઇકો પાર્ક કરતો હતો ત્યારે આવી માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.