Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઉતરાયણ પર્વે સાવચેતી અને સલામતી અંગે પીજીવીસીએલનું માર્ગદર્શન, ફોલ્ટ માટે નંબરોની યાદી...

ઉતરાયણ પર્વે સાવચેતી અને સલામતી અંગે પીજીવીસીએલનું માર્ગદર્શન, ફોલ્ટ માટે નંબરોની યાદી જાહેર

પીજીવીસીએલ મોરબી દ્વારા જાહેર જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિતે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવ્યું છે

-પતંગ મહોત્સવ દરમિયાન ખુલ્લા વીજળીના તારને અડશો નહિ, તાર પર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે ખેંચવાથી વીજળીના તાર ભેગા થઇ મોટા ભડાકાથી તૂટી જવાની ભીતિ રહે છે

-વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે ઘરની આજુબાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરવો નહિ

-ઘાતુના તાર બાંધીને પતંગ ના ઉડાવવા કારણકે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે

-મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે

-વીજળીના તૂટેલા તારથી દુર રહો, નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલ સંલગ્ન પેટા વિભાગીય કચેરી પર રૂબરૂ અથવા ટેલીફોનીક દ્વારા તુરંત જ આપો

-ઉપરાંત વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવો

પીજીવીસીએલ દ્વારા પેટા વિભાગીય કચેરીઓની યાદી અને ફોલ્ટ સેન્ટરના સંપર્ક નંબર નીચે મુજબ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments