મોરબીના પીપળીયા ચાર રસ્તેથી લૂંટાવદર તરફ જતા માર્ગ ઉપર જીઈબીની ઓફીસ નજીક જીજે – 36 – વી – 0171 નંબરની બોલેરો ગાડીના ચાલકે જીજે – 36 – ડબલ્યુ – 2568 નંબરની રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં સોહિલ સલીમભાઈ ચાનીયા રહે.લૂંટાવદર વાળાને બન્ને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના કાકા રફીકભાઈ આમદભાઈ ચાનીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
