મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઓર્ગન સ્પર્ધામાં રાજવીબા રાણાનો દ્વિતીય નંબર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી સંચાલીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન શ્રી જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભમાં વિવિધ પ્રકારની કેટેગરીમાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઓર્ગન સ્પર્ધામાં રાજવીબા દિવ્યરાજસિંહ રાણા એ સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.
