મોરબી: વાંકાનેરની જ્ઞાનગંગા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા.શાળાના 6 થી 14 વર્ષની વય જૂથમાં વિદ્યાર્થીનીઓનો પ્રાચીન રાસ રજૂ કરી દ્વિતીય નંબર મેળવેલ છે. તેમજ શાળાના શિક્ષિકા ગીતા બેન સાંચલાએ પણ લોકગીતમાં ભાગ લઈ દ્વિતીય ક્રમાંક મેળવેલ છે. આ તકે શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
