મોરબીના રફાળેશ્વર નજીક કાકા ભત્રીજાનો પીછો કરી છરી મારી
મોરબી : મોરબીના રફાળેશ્વરથી લાલપર ગામ તરફ જવાના રસ્તે રાત્રીના સમયે મોટર સાયકલ લઈને જઈ રહેલા જમીન મકાનના ધંધાર્થી કાકા – ભત્રીજાને અજાણ્યા ચાર શખ્સોએ આંતરી પીછો કરી છરીના ઘા ઝીકી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રફાળેશ્વર નજીક સિરામિક સિટીમાં રહેતા અને જમીન મકાનનો ધંધો કરતા ધવલભાઈ હસમુખભાઈ ગોહિલે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.3ના રોજ રાત્રીના સમયે રફાળેશ્વર રોડ ઉપર ભત્રીજા મીત ઉપેન્દ્રભાઈ ગોહિલ સાથે જતા હતા ત્યારે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે બન્નેને આંતરી પૂછપરછ કરી હતી. બાદમાં તેઓ ત્યાંથી જવા લાગતા આ શખ્સે પીછો કર્યો હતો અને અન્ય મોટર સાયકલમાં બીજા શખ્સો આવી ગયા હતા. બાદમાં આ ચારેય શખ્સોએ છરી લઈ પાછળ દોડી ફરિયાદીને છરીના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનમાં હાલમાં મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.