માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપ્યા બાદ તેમાંથી 14 જેટલી ગાય પરત ન આપતા માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ ગુનામાં પોલીસે 6 શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપી પિતા પુત્રએ 1 થી 4 હજાર સુધીમાં 14 ગાયને ગેરકાયદે વેચી નાખી મોટાભાગની ગાયોની કતલ કરીને બાકીના ચાર આરોપીઓએ ગૌમાંસ ખાધુ હોવાની નફફટ કબૂલાત આપી હતી.
માળિયા (મી) ના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયારએ આરોપીઓ પિતા-પુત્ર મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની માલિકીની 20 ગાય તેમજ બીજા માલધારી બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી.તેમાંથી ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય આરોપીઓએ પાછી ન આપી માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરતા જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા પિતા પુત્ર સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ આમીન કરીમભાઈ લધાણી, મુસ્તાક આમીનભાઈ લધાણી, રમજાન હારુનભાઈ જામ, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્બાસ મુસાભાઇ મોવર, અને સાઉદીન ઓસમાણ કાજેડીયાની ધરપકડ કરી હતી.ગ
પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, આરોપી મુસ્તાક લધાણી અને આમીન લધાણીને ચરાવવા ફરિયાદી સહિતના જે માલધારીઓએ તેની ગાય આપી હતી જેમાંથી તેને 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી અને ત્યાર બાદ આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હતી અને ગૌ માંસની મિજબાની માણી હોવાનું કબૂલાત આપી હતી. જે 14 ગાય પરત આપી ન હતી. તેમાંથી એક ગાય મળી આવેલ છે જો કે, બાકીની 13 ગાયની આરોપીઓએ ગૌ માસની મિજબાની માટે કતલ કરી હોવાની શક્યતા છે જેથી કરીને પોલીસે આરોપીએ જે ગાય હાલમાં ગુમ છે તેની કતલ કયા કરી હતી અને તેની મિજબાની કયા માણી હતી તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને આ શખ્સો દ્વારા કુલ કેટલી ગાયોનો કતલ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલી રહી છે.
