Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ગોર ખીજડીયા ખાતે  ભવ્ય રામદેવ રામાયણ કથાનો આજથી પ્રારંભ

મોરબીના ગોર ખીજડીયા ખાતે  ભવ્ય રામદેવ રામાયણ કથાનો આજથી પ્રારંભ

મોરબીના ગોર ખીજડીયા ખાતે આવેલ અલગધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, 15 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ અંબારામ ભગત ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વક્તા સંતશ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

સંતો મહંતો ઉપસ્થિત રહેશે. પોષ સુદ -9 કથા પ્રારંભ આજે તા. 8- 1- 2025 ને બુધવાર થી કથા વિરામ પોષ વદ -1 તા. 14-1-2025 મંગળવાર સુધી કથા નો સમય સવારે 9:00 થી 11:30 બપોર 2:30 થી 5:00 વાગ્યે સુધી નો રહેશે કથામાં આવતા પાવનકારી પ્રસંગો પોથીયાત્રા તા. 8-1-2025 બપોરે 2:00 વાગ્યે, તા. 9-1- ને ગુરૂવાર નંદ મહોત્સવ, તા. 10-1 ને શુક્રવાર રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, તા. 11-1 ને શનિવાર ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીર નો  પાટ સંતવાણી, તા.12-1 ને રવિવાર રામદેવજી મહારાજ નો વિવાહ, તા. 13-1 ને સોમવાર રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતો ની કથા, તા. 14-1 ને મંગળવારે કથાની પૂર્ણાહુતી કથામાં અવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે. અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા આમંત્રણ પાઠવ્યું હોવાનું મુકેશ ભગતે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments