Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં પ્લાસ્ટીક સર્જરી જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં આયુષ હોસ્પિટલની મહત્વ પૂર્ણ...

મોરબી જિલ્લામાં પ્લાસ્ટીક સર્જરી જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં આયુષ હોસ્પિટલની મહત્વ પૂર્ણ ઉપલબ્ધિ

મોરબી : મોરબીના એક અંતરિયાળ ગામડામાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કેશુબેન પોતાના પૌત્ર નિમેષ સાથે રહેતા હતા.નિમેષના માથે માતા-પિતા ની છત્રછાયા પણ ન હતી.૯ વર્ષનો બાળક પોતાના વૃદ્ધ દાદી સાથે રહેતો હતો.૩ વર્ષ પહેલાં અકસ્માતમાં નિમેષના હાથે ફેક્ચર થયું હતું.તેમાં ઇજાના લીધે હાથની એક નસ નું પેરાલિસિસ થઇ જવાથી હાથ કાંડાના ભાગથી કામ કરવાનો બંધ થઈ ગયો હતો.વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી આવેલ.આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલ સાહેબ ના કહેવા મુજબ દર્દીને ‘વ્રીસ્ટ ડ્રોપ’ (wrist drop) થયેલો હતો.તેનું કારણ ‘રેડિયલ નર્વ’ (radial nerve) નામની મુખ્ય હાથની ચેતાની નસનું પેરાલિસિસ હતું. લાંબો સમય થયેલ હોવાથી નસની રિકવરીના કોઈ ચાન્સ ન હતા.આ હાલતમાં ‘ટેન્ડન ટ્રાન્સફર’ (tendon transfer) નામનું એક જટીલ ઓપરેશન કરવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે પરંતુ આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોવાથી અહી જ એ ઓપરેશન ડો. આશિષ હડીયલ સાહેબ દ્વારા કરવામાં આવેલ.અત્યારે બાળકનો હાથ પૂરેપૂરો કામ કરે છે.

દર્દી આર્થીક કે સામાજિક રીતે સક્ષમ ના હોવો થી એને હાથ સરો થવાની આશા છોડી દિધી હતી. પરંતુ સરકાર શ્રી ની આયુષ્માન યોજના હોવી થી એનુ ઓપરેશન શક્ય બન્યુ હતુ..દર્દી એ સરકાર,આયુષ હોસ્પિટલ અને ડોક્ટરનો આભાર માન્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments