ટંકારાના લજાઈ ગામનો વેપારી મોંઘી દારૂની બોટલો સાથે ઝડપાયો
ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લજાઈ હડમતીયા રોડ ઉપર સરદાર કોમ્પ્લેક્સ પાસેથી નંબર પ્લેટ વગરના એક્સેસ મોટર સાયકલમાં નીકળેલા આરોપી વેપારી કેતન વલ્લભભાઈ વામજા ઉ.34 રહે.લજાઈ નામના શખ્સને અટકાવી તલાશી લેતા એક્સેસમાંથી 1508ની કિંમતની એક જ્હોનીવોકર દારૂની બોટલ મળી આવી હતી. બાદમાં આ વેપારી યુવાનની દુકાન ચેક કરતા બેલેન્ટાઇન દારૂની બે બોટલ કિંમત રૂપિયા 3028 મળી આવતા કેતન વામજા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી એક્સેસ સહિત 29,536નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.