મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ કગથરા ઉ.46 નામના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના સાઢું ભાઈ હરખાભાઈને આઈસ્ક્રીમ લઈને આવવાનું કહેતા તેઓ આઈસ્ક્રીમ લઈને સાઢું ભાઈના ઘેર જતા તેઓ સુતા હોય જગાડવાની કોશિશ કરતા નહિ જાગતા ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.