વાંકાનેરના રાતાવીરડા ગામે પાળી ઉપરથી પડી જતા શ્રમિકનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સ્પેકોન કારખાનમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપૂત ઉ.26 નામનો શ્રમિક લેબર કવાટર્સમાં પહેલા માળની પાળી ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.