મોરબી : પોરબંદર જિલ્લાના બગવદર ગામના ગુન્હામાં છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો આરોપી રણમલભાઈ ચનાભાઈ રાણાવાયા ઉ.57 નામના શખ્સ વિરુદ્ધ પોરબંદર અદાલતે વોરંટ ઈંશ્યુ કર્યું હોય આરોપી રણમલભાઈ મોરબીના ઘુંટુ નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના મેલડી માતાજીના મંદિરે સેવા પૂજા કરતો હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડી પોરબંદર પોલીસને સોંપી આપ્યો હતો.
