મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ઈમામ ચોકમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી બચુભાઇ જુસબભાઈ શાહમદાર અને હુસેનભાઈ ગફારભાઈ માલાણી નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1280 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.