હળવદના જુના દેવળીયામાં પોલીસને જોઈ જતા દારૂ મૂકી યુવાન ફરાર
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં પેટ્રોલિંગમા રહેલી પોલીસને જોઈ એક બાઈક ચાલક ગામની સ્કૂલ નજીક પોતાનું બાઈક રેઢું મૂકી નાસી જતા પોલીસે બાઈક ચેક કરતા બાઇકમાં રહેલી કાપડની થેલીમાં વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1571 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં આરોપી કલ્પેશ જયંતીભાઈ પટેલ રહે.જુના દેવળીયા વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 25 હજારના બાઈક સહિત 26,571નો મુદામાલ કબ્જે કર્યો હતો.