મોરબીની જવાહર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ભડિયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા વિજયભાઈ સીવાભાઈ મકવાણા અને ભરતભાઈ ધનજીભાઈ મકવાણા એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થી છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં થી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૫ કીમત રૂ.૭૧૬૦૬ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.