મોરબીના બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયમાં સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાશે
સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમનું આયોજન
મોરબી : મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય (બરવાળા હાઈસ્કૂલ)ને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 જાન્યુઆરી ને રવિવારના રોજ બરવાળા હાઈસ્કૂલ ખાતે સવારે 8-30 કલાકે સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓ, સ્ટાફગણ સહિતના લોકો ઉપસ્થિત રહેશે.