Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ઓપન કચ્છ ડે- નાઈટ ક્રિકેટ...

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ઓપન કચ્છ ડે- નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૩ નું આયોજન

મોરબી : કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ થી પ્રારંભ થશે.

કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૩ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે ફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૨૫/૦૨/૨૦૨૫ છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ તા.૦૬/૦૩/૨૦૨૫ થઇ થશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ સ્પર્ધાને લઇ વધુ માહિતિ મેળવવા માટે કુલદિપસિંહ આર. જાડેજાનો 90999 18008 પાર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. તેમજ ટુર્નામેન્ટમાં આયોજક તરફથી આપેલ ડ્રેસ તમામ ખેલાડીઓએ ફરજીયાત પહેરવાનો રહેશે. ત્યારે આ સ્પર્ધામાં ચેમ્પીયન ટીમને 51,000/- રનર્સ અપ ટીમને 31,000/-, મેન ઓફ ધ સીરીઝને 11,000/-, ફાઇનલ મેન ઓફ ધ મેચને 5,100/-, બેસ્ટ બેસ્ટમેનને 2,500/-, બેસ્ટ બોલરને 2,500/-, બેસ્ટ વિકેટ કિપરને 2,500/- તથા બેસ્ટ ફિલ્ડરને 2,500/- ઇનામ આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments