મૂળીના જસાપર ખાતે શિવાલય સેન્ટર હોમ આશ્રમના લાભાર્થે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ શિવ કથામાં આજુબાજુના ગામના લોકો શિવ કથા નો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે. કથાની વ્યાસપીઠ ઉપર જગદીશ મહારાજ સંગીતમય શૈલીમાં શિવ કથા નું રસપાન શ્રોતાજનોને કરાવી રહ્યા છે. યોજાતી આ કથામાં સાતમા દિવસે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાવીર ભાઈ ખાચર ચોટીલા રાજવી પરિવાર ધીરુભાઈ સિંધવ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય આગેવાનો સાથે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉપસ્થિત મહાનુભવોએ આશ્રમમાં ઉદાર હાથે ફાળો આપ્યો હતો. આ પ્રસંગે વઢવાણ બ્રહ્મ સમાજની મહિલા આગેવાનો તેમજ સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ મહિલા પાંખના આગેવાનો પણ ઉપસ્થિત રહેવા સાથે સંસ્થાના પ્રમુખ નીતાબેન જાનીનું સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે નાની નાની બાળાઓએ નવ દુર્ગાનું રૂપ લઈ ગરબે રમતા વાતાવરણ માં શિવ ભક્તિ નો મહિમા ગુંજી ઉઠ્યો હતો.


